Loading Posts...

ICC મહિલા વિશ્વ કપ : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે આપ્યો 282 રનનો લક્ષ્યાંક

લંડન : ICC મહિલા વિશ્વ કપમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયા મહિલા ટીમને જીતવા માટે 282 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી હરમનપ્રીત કૌરે અણનમ 171* રનની તુફાની ઇનીંગ રમી હતી. વરસાદના કારણે 42 ઓવરની મેચમાં ભારતે 4 વિકેટના ભોગે 281 રન કર્યા હતા. હરમનપ્રીતે ભારતીય મહિલા ટીમમાં બીજી સૌથી મોટી ઇનીંગ રમી હતી. જોકે બીજી સેમી ફાઇનલ વરસાદને કારણે મોડી શરૂ થઇ હતી.

વરસાદને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની બીજી સેમી ફાઇનલ 3 કલાક મોડી શરૂ થઇ હતી. જેને કારણે મેચ ફક્ત 42 ઓવરની જ કરી દેવામાં આવી હતી. વરસાદ બાદ ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જોકે ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર સ્મૃતી સસ્તામાં જ આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ હરમપ્રીત અને મિતાલી રાજે આક્રમક અને જવાબદારી પુર્વક બેટીંગ કરી હતી અને બન્ને વચ્ચે 66 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. જોકે મિતાલી રાજ મોટી ઇનીંગ રમી શકી ન હતી અને 36 રન કરી આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ હરમનપ્રીત અને દિપ્તી શર્મા વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઇ હતી. ચોથી વિકેટ માટે હરમનપ્રીત અને દિપ્તી વચ્ચે 137 રનની ભાગીદારી નોંધાઇ હતી. હરમનપ્રીત મેચમાં અંત સુધી અણનમ રહી હતી અને તેણે અણનમ 171* રનની આક્રમક ઇનીંગ રમી હતી. જેને પગલે ભારતીય ટીમે પુર્વ ચૈમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે મજબુત જુમલો ખડો કર્યો હતો. હરમનપ્રીતે ભારતીય મહિલા ક્રિકેટ ઇતિહાસમાં બીજી સૌથી મોટી ઇનીંગ રમી હતી. આ પહેલા દિપ્તી શર્મા 188 રનની ઇનીંગ રમી હતી.

Leave a Comment

Loading Posts...