Loading Posts...

આફ્રિકાના સ્ટાર જેપી ડુમીનીએ ટેસ્ટ અને ફસ્ટ ક્લાસ ક્રિકેટમાંથી લીધી નિવૃતી

અમદાવાદ : સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર જે.પી. ડુમીનીએ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી દીધી છે. ડુમીનીએ સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધી 46 મેચમાં 74 ઇનીંગ રમી છે. જેમાં તેણે 32.85 ની ઓવરેજથી 2103 રન બનાવ્યા છે. જે પી ડુમીનીએ તેની ટેસ્ટની કારકિર્દીમાં 166 રનની સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો છે. ડુમીનીના નામે 6 સદી અને 8 અડધી સદી છે.

સાઉથ આફ્રિકાના જે પી ડુમીનીનું નામ વિશ્વના શાનદાર ખેલાડીઓમાં લેવામાં આવે છે. સાઉથ આફ્રિકાની ઘણી જીતમાં જે પી ડુમીનીનો મહત્વનો ફાળો રહ્યો છે. જેપી ડુમીનીએ વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેપી ડુમીનીના ખરાબ પ્રદર્શનના પગલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં બહાર રાખવામાં આવ્યો હતો. ડુમીનીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 11 જુન 2017ના રોજ લોર્ડસમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. જેમાં તેણે છેલ્લી ટેસ્ટમાં 15 અને 2 રનનો સ્કોર કર્યો હતો. જે પી ડુમીનીની વન-ડે કારકિર્દીની વાત કરીએ તો 177 વન-ડે મેચ રમી છે અને જેમાં તેણે 160 ઇનીંગ રમી છે. તેમાં તેણે 37.30 ની એવરેજથી 4638 રન કર્યા છે. જેમાં 4 સદી અને 24 અડધી સદી ફટકારી છે.

Leave a Comment

Loading Posts...