Loading Posts...

ઓસ્ટ્રેલિયા સામે કુલદીપ યાદવે હેટ્રિક ઝડપી ઇતિહાસ રચ્યો

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડેમાં ભારતે શાનદાર 50 રને જીત મેળવી હતી. આ જીત પાછળ સુકાની વિરાટ કોહલીની આક્રમક 92 રનની ઇનીંગ અને કુલદીપ યાદવની હેટ્રીકનો મહત્વનો ફાળો હતો.

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે બીજી વન-ડેમાં ઇતિહાસ રચતાં હેટ્રિક ઝડપી હતી. કુલદીપ યાદવ ભારત તરફથી હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બન્યો છે. આ પહેલાં ચેતન શર્માએ ૩૧ ઓક્ટોબર ૧૯૮૭ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ઝડપી હતી જ્યારે કપિલદેવે તે પછી ચાર જાન્યુઆરી ૧૯૯૧માં શ્રીલંકા સામે હેટ્રિક ઝડપી હતી. આમ, કુલદીપ યાદવે ૨૬ અને આઠ મહિના બાદ ભારતીય બોલરે વન-ડેમાં હેટ્રિક ઝડપી હતી. ઓવરઓલ વિશ્વમાં આ ૪૩મી હેટ્રિક હતી જ્યારે આ વર્ષે ત્રીજી હેટ્રિક નોંધાઈ હતી. કુલદીપ પહેલાં તસ્કીને ૨૮મી માર્ચે શ્રીલંકા સામે અને બીજી જુલાઈએ શ્રીલંકાના ડી સિલ્વાએ ઝિમ્બાબ્વે સામે હેટ્રિક ઝડપી હતી. વન-ડે ક્રિકેટમાં મલિંગાએ સૌથી વધુ ત્રણ વખત હેટ્રિક ઝડપી છે જ્યારે વસીમ અકરમ, સકલેન મુસ્તાક બે-બે વખત હેટ્રિક મેળવી ચૂક્યા છે.

Leave a Comment

Loading Posts...