Loading Posts...

ઉમેશ યાદવે કહ્યું કે શામી અને મારે વધુ જવાબદારી લેવાની જરૂર છે

નાગપુર : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું માનવું છે કે મોહમ્મદ શમી અને પોતે સીનિયર બોલરો હોવાના કારણે વધુ જવાબદારીઓ લેવી જોઇએ. તેણે કહ્યું કે પોતે અને મોહમ્મદ શમી ઘણા સમય બાદ રમી રહ્યા છે અને એટલા માટે જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બેંગલુરૂમાં ચોથી વન-ડેમાં અમે લોકોએ 15-20 રન વધુ આપી દીધા હતા. ઓસ્ટ્રેલિયા સામે 21 રને હારી જવા છતાં અમારા ડ્રેસીંગ રૂમમાં માહોલ બોલરોનું સારૂ પ્રદર્શનને કારણે સારૂ રહ્યું હતું.

 

હવે નાગપુરમાં રમાનારી શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડે પહેલા ઉમેશ યાદવે કહ્યું કે મારે અને મોહમ્મદ શમીએ ટીમને એજ આપવાનું છે જે તે અમારી પાસેથી આશા કરી રહ્યા છીએ. ચોથી વન-ડેમાં થોડી સારી અને થોડી ખરાબ બોલ રહ્યા હતા. પરંતુ ઘણું સારી રહ્યું હતું. પરંતુ ડેથ ઓવરમાં મારે અને મોહમ્મદ શમીએ વધારે જવાબદારી લેવાની જરૂર છે. જોકે વ્યક્તિગત રીતે જોઇએ તો હું ત્રણેય ફોર્મેટમાં રમવા માટે ફિટ છે. ફાસ્ટ બોલર હોવાના કારણે એવા પડકારો લેવા માટે તૈયાર છે. તેણે વધુ ભાર દેતા કહ્યું કે જો તે ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમે તો પણ તેને કોઇ જ પ્રકારની ફરીયાદ નથી.

Leave a Comment

Loading Posts...