Loading Posts...

INDvAUS : ભારતનો આ મહાન ખેલાડી બોલિંગ પ્રેકટીસ કરતો જોવા મળ્યો

ઇંદોર : આજે ઇંદોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારે ટીમ ઇન્ડિયાએ તમામ પ્રકારે પોતાન તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તેવામાં અત્યારે ટીમ ઇન્ડિયા હોલ્કર સ્ટેડિયમ ખાતે પહોચી ગઇ છે અને મેદાન પર પ્રેકટીસ કરી રહી છે. પરંતુ આ પ્રેકટીસ સેશનમાં એક નવા જ બોલરને બોલીંગ પ્રેકટીસ કરતો જોવા મળ્યો હતો.

આત્યારની પ્રેકટીસ સેશનમાં ઇજાગ્રસ્ત થયેલ અક્ષર પટેલ બોલીંગ નાખતો જોવા  મળ્યો હતો. તો હેટ્રીક બોય કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા પણ નેટમાં બોલીંગ નાખતો જોવા મળ્યો હતો. પરંતુ આ તમામ બાદ મહેન્દ્રસિંહ ધોનીને પણ બોલીંગ નાખતો જોવા મળ્યો હતો. છેલ્લી બે મેચમાં કાંગારૂઓ સ્પિનરોથી પરેશાન થઇ ગયા હતા અને હવે મહેન્દ્રસિંહ ધોનીને સ્પીન બોલીંગ પ્રેકટીસ કરતા જોઇને ઓસ્ટ્રેલિયા કેમ્પમાં આચકો લાગી ગયો છે. તો બીજી તરફ અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને પણ બોલીંગ પ્રેકટીસ કરતા જોઇને ઓસ્ટ્રેલિયા કેમ્પમાં ખેલાડીઓના હોશ ઉડી ગયા હતા.

Leave a Comment

Loading Posts...