Loading Posts...

ભારત સામેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે નવ ખેલાડીના નામ જાહેર

અમદાવાદ : ન્યૂઝીલેન્ડે આગામી મહિને ભારતમાં યોજાનારી સિરીઝ માટે નવ ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા જ્યારે બાકીના છ ખેલાડી અત્યારે ભારત પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડ એ ટીમના ખેલાડીઓમાંથી સામેલ કરવામાં આવશે. ગત જૂન મહિનામાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રભાવી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા ઓલરાઉન્ડર જેમ્સ નીશમ અને બેટ્સેન નીલ બ્રૂમને ટીમની બહાર કરી દેવાયા છે.

કોચ માઇક હેસને કહ્યું કે, જે નવ ખેલાડીઓને પસંદ કરાયા છે તેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ રહ્યા છે અને તમામને ભારતમાં રમવાનો અનુભવ છે. અમારા ઘણા ખેલાડી અગાઉ ભારતમાં રમી રહ્યા છે. જેથી બે વિભાગમાં ટીમની પસંદગી બે વિભાગમાં કરવામાં મદદગાર થશે. છ ખેલાડીઓના નામ બાકી છે જે ન્યૂઝીલેન્ડ એ ટીમના ખેલાડીઓને પ્રેરિત કરવા અને પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવામાં પ્રોત્સાહિત કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતપ્રવાસમાં ત્રણ વન-ડે મેચ રમશે. જેની શરૂઆત ૨૨ ઓક્ટોબરથી થશે. તે પછી ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ પણ યોજાનાર છે.

ટીમના નવ ખેલાડીના નામ :

કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ર્માિટન ગપ્તિલ, ટોમ લાથમ, એડમ મિલ્ને, મિશેલ સેટનર, ટીમ સાઉથી અને રોસ ટેલર.

Leave a Comment

Loading Posts...