Loading Posts...

પાકિસ્તાને વર્લ્ડ XI ટીમને 33 રને હરાવીને ટી20 સીરીઝ જીતી લીધી

લાહોર : ઇંડિપેંડેસ કપની અંતિમ અને ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ XI ટીમને 33 રને હાર આપી ત્રણ ટી20 મેચની સીરીઝ 2-1 થી જીતી લીધી હતી. પાકિસ્તાન ટીમ તરફથી ટોપ ઓર્ડરમાં શાનદાર બેટીંગ કરનાર શહજાદે 55 બોલમાં 89 રનની ઇનીંગ રમી હતી. તો બોલર હસન અલીએ 2 મહત્વની વિકેટ ઝડપી હતી.

 

પાકિસ્તાનનું દમદાર ટોપ ઓર્ડર

પાકિસ્તાન ટીમની શરૂઆત સારી રહી હતી. પાકિસ્તાને 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 60 રન કરી દીધા હતા. ઓપનર ફકર જમાને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ બાબર આજમ અને અહમદ શહજાદ સાથે મળીને 102 રનની ભાગીદારી નોંધાવી હતી. શહજાદે 89 અને બાબરે મહત્વપુર્ણ 48 રનની ઇનીંગ રમી હતી. જેના પગલે પાકિસ્તાને વર્લ્ડ ઇલેવન સામે 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 183 રનનો સ્કોર કર્યો હતો.

 

વર્લ્ડ XI ની ઇનીંગ
પાકિસ્તાને પહેલા બેટીંગ કરતા 183 રન કર્યા હતા. જેનો જવાબ આપવા મેદાને ઉતરેલી વર્લ્ડ ઇલેવન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમની પહેલી વિકેટ તમીમ ઇકબાલના રૂપમાં 15 રને પડી ગઇ હતી. પહેલી વિકેટ પડ્યા બાદ વર્લ્ડ ઇલેવનની ઇનીંગ સારી ચાલી રહી હતી ત્યા ટીમના 41 રનમાં બે વધુ ઝટકા લાગ્યા હતા. ગત મેચમાં હીરો રહેલા હાશિમ આમલા ત્રીજી મેચમાં રન આઉટ થઇ ગયો હતો. ત્રીજી વિકેટ બાદ 54 રનના સ્કોર પર ટીમને વધુ એક ઝટકો લાગ્યો હતો અને ટીમના વિસ્ફોટક બેટ્સમેન જોજ બૈલે માત્ર 3 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ સુકાની ફાફ ડુ ફ્લેસીસ પણ રન આઉટ થઇ ગયો હતો. આ સાથે જ વર્લ્ડ ઇલેવન ટીમનો સ્કોર 67 રને 5 વિકેટ પડી ગઇ હતી. આમ વર્લ્ડ ઇલેવનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 150 રન જ કરી શકી હતી.

Leave a Comment

Loading Posts...