Loading Posts...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અકમલ પર 3 મેચના પ્રતિબંધની ભલામણ કરી

અમદાવાદ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની તપાસ સમિતિએ બેટસમેન ઉમર અકમલને ખેલાડીઓની આચાર સંહિતાના ભંગનો દોષિત ગણાવ્યો છે અને તેના પર ત્રણ મેચના પ્રતિબંધ અને દંડની ભલામણ કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઇને કહ્યું કે, ક્રિકેટ નિદેર્શક હારુન રશિદની આગેવાની હેઠળની તપાસ સમિતિએ ઉમર પર ત્રણ મેચનો પ્રતિબંધ અને દંડ લગાવવાની ભલામણ કરી છે. આ સાથે જ કોઇ નિશ્વિત સમય સુધી વિદેશી લીગોમાં રમવા પર તેને નો ઑબ્જેક્શન પ્રમાણપત્ર ન આપવાનું પણ સૂચન કરાયું છે.

આધાર ભુત સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની તપાસ સમિતિએ ઉમર અકમલ અને અન્ય સાથે પૂછપરછ કર્યા બાદ બેટસમેનને ત્રણ નિયમોના ઉલ્લંઘનનો દોષિત ગણાવ્યો હતો અને તેની સામે આગળની કાર્યવાહી કરવા માટે પોતાની ભલામણો પીસીબી અધ્યક્ષ નઝમ શેઠીને મોકલી દેવામાં આવી છે.

Leave a Comment

Loading Posts...