Loading Posts...

વિશ્વ કપ 2011ની ફાઇનલ ફિક્સ હતી.? રણતુંગાના આરોપ પર ગંભીર-નહેરાનો પંચ

વિશ્વ કપ 2011ની ફાઇનલ ફિક્સ હતી.? રણતુંગાના આરોપ પર ગંભીર-નહેરાનો પંચ

ભારતીય ક્રિકેટ ટીમે 2011માં ક્રિકેટ વિશ્વ કપ જીત્યાના 6 વર્ષ બાજ શ્રીલંકાના ભુતપુર્વ સુકાની અર્જુના રણતુંગાએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ભારતીય ક્રિકેટરોએ 2011ની આઇસીસી વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની જીત પર અર્જુન રણતુંગાના આરોપો પર ખંડન કર્યું છે. વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો બનેલ ગૌતમ ગંભીર અને આશિષ નેહરાએ આ વાતને બકવાસ ગણાવી છે. શ્રીલંકાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે મુંબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી વર્લ્ડ કપ ફાઇનલ ફિક્સ હતી અને આ વાતની તપાસ કરવા માટે ડિેમાન્ડ કરી છે.

2011ના વિશ્વકપ ફાઇનલમાં 97 રન બનાવનાર ભારતના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે શ્રીલંકાના ક્રિકેટર અર્જુન રણતુંગાના આ આરોપ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ગંભીરે જણાવ્યું છે કે ‘મને રણતુંગાના આરોપથી ભારે આશ્ચર્ય થયું છે. આ વાત એ ખેલાડીએ કહ્યું છે કે જેનું આંતરરાષ્ટ્રીય સ્તર પર બહુ નામ છે. મને એમ લાગે છે તેમણે પોતાના આરોપ સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવા જોઈએ.’ વિશ્વવિજેતા ટીમના મહત્વના ખેલાડી બોલર આશીષ નેહરાએ કહ્યું છે કે ‘હું રણતુંગાના નિવેદન પર કોઈ કમેન્ટ નથી કરવા ઇચ્છતો. આ પ્રકારની વાતોનો કોઈ અંત નથી. જો હું શ્રીલંકાની 1996ની વિશ્વકપની જીત પર સવાલ કરું તો શું એ સારું લાગશે? હું આ વાતમાં પડવા નથી માગતો પણ એના સ્તરની કોઈ વ્યક્તિ આવી વાત કરે તો નિરાશા જ થાય છે.’ હરભજન સિંહે આ આરોપને એટલા હલકા સ્તરનો માને છે કે તેણે એની પર કોઈ કમેન્ટ કરવાની જ ના પાડી દીધી છે.

Leave a Comment

Loading Posts...