Loading Posts...

સચિને તેના મિત્ર વિરૂને ભેટમાં આપી BMW લક્ઝરીકાર

પરીવાર બાદ મિત્ર એક એવો વ્યક્તિ છે જે હંમેશા તમારી સાથે રહે છે. પછી તે ભલે દુનિયાના કોઇ પણ ખુણામાં હોય. એવી જ રીતે ક્રિકેટની દુનિયામાં ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની મિત્રતાથી સૌ કોઇ પરીચીત હશે. સચિને તેની મિત્રતાના વધુ એકવાર પુરવાર કરતા તેના મિત્ર એવા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને એક લક્ઝુરિયસ કાર ભેટમાં આપી છે. હાલમાં સહેવાગે આ કારની ફોટો પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેર કરી છે તથા તેંડુલકરનો આભાર માન્યો છે.

સચિને રૂ. 1.16 કરોડની BMW 730Ld સહેવાગને ગિફ્ટમાં આપી છે. સચિને શેરિંગ કરેલા ફોટોની સાથે ટ્વિટમાં લખ્યુ કે, થૈંક યુ સચિન પાજી bmw ઈન્ડિયા. ગ્રેટફુલ ફોર ધીસ. સહેવાગના પ્રશંસકોને આ વાતની જાણ થતાં દરેક પ્રશંસકોએ અલગ-અલગ અંદાજમાં કોમેન્ટો કરી છે. સહેવાગના એક પ્રશંસકે લખ્યુ છે કે, ‘ફોટો સારી છે, પરંતુ વિરૂ, પેટ અંદર કરેલું છે. અભિનંદન.’

Leave a Comment

Loading Posts...