Loading Posts...

બેન સ્ટોક્સની થઇ ધરપકડ, ચોથી વન-ડેમાં નહી રમી શકે

અમદાવાદ : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને બ્રિસ્ટલ પોલિસે ધરપકડ કરી લીધી છે. જેને પગલે તે વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી વન-ડે સીરીઝમાં ચોથી વન-ડેમાં નહી રમી શકે. બેન સ્ટોક્સની સાથે સાથે એલેક્સ હેલ્સ પણ વેસ્ટ ઇન્ડિઝ સામેની ચોથી વન-ડે નહી રમે. કારણ કે હેલ્સ પોલિસ પુછપરછમાં સહયોગ આપવા માટે બ્રિસ્ટલમાં જ હાજર રહેશે.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે બેન સ્ટોર્સને ક્યા કારણોસર ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મળતી માહીતિ પ્રમાણે બ્રિસ્ટલમાં કોઇ વ્યક્તિની સાથે મારપીટ કરવાના આરોપના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. બેન સ્ટોક્સને બ્રિસ્ટલ પોલિસે કોઇ મામલામાં સોમવારે સવારે ધરપકડ કરી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બેન સ્ટોક્સની ધરપકડ કરવામાં આવી છે અને પુરપરછ માટે પોલિસે વગર કોઇ ચાર્જ જમાનત પણ આપી દીધી છે. જેને પગલે હાલ તે લંડનમાં ઇંગ્લેડન્ડ ટીમ સાથે જોડાઇ નહી શકે.

Leave a Comment

Loading Posts...