Loading Posts...

INDvAUS : હોલ્કર મેદાન પર ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર

ઇંદોર : રવિવારથી હોલ્કરના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચ શરૂ થશે. ત્રીજી વન-ડે મેચ જીતવાના ઇરાદા સાથે બન્ને ટીમો મેદાન પર ઉતરશે. ટીમ ઇન્ડિયા જીતની હેટ્રીક કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે તો ઓસ્ટ્રેલિયા ટીમ શ્રેણીમાં ટકી રહેવા માટે મેદાન પર ઉતરશે.

 

હોલ્કર મેદાન પર ભારતનું પ્રગર્શન

ઇંગ્લેન્ડને 7 વિકેટે વર્ષ 2006માં હરાવ્યું
ઇંગ્લેન્ડને 54 રને વર્ષ 2008માં હરાવ્યું
વેસ્ટ ઇન્ડિઝને 153 રને વર્ષ 2011માં રને હરાવ્યું
સાઉથ આફ્રિકાને 22 રને વર્ષ 2015માં હરાવ્યું

 

હોલ્કરમાં ભારતથી જોડાયેલી યોદગાર પળો

આ મેદાન પર ભારતીય ટીમની ઘણી સારી યાદગાર પળો જોડાયેલી છે. વિરેન્દ્ર સહેવાગે આ જ મેદાન પર વર્ષ 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે 219 રનની ઐતિહાસીક ઇનીંગ રમી હતી. તો વર્ષ 2006માં શ્રીસંતે 55 રન આપીને 6 વિકેટ ઝડપી હતી અને તે મેચ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. તો વર્ષ 2008માં સિંક્સ કિંગ યુવરાજસિંહ ઓલરાઉનડ પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. તે મેચમાં યુવરાજે સદી ફટકારી હતી અને 4 વિકેટ ઝડપી હતી. તો હોલ્કર મેદાન પર ગત વર્ષે રમાયેલી એક માત્ર ટેસ્ટમાં સુકાની વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 211 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેની સાથે અજીંક્ય રહાણેએ 188 રનની ઇનીંગ રમી હતી.

Leave a Comment

Loading Posts...