Loading Posts...

INDvAUS: નાગપુર મેચ પહેલા કોહલીએ પ્લેઇંગ ઇલેવનનો ખોલ્યો રાઝ

નાગપુર : આજે નાગપુરના વિદર્ભના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી અને અંતિમ વન-ડે મેચ રમાશે. હાલ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી ટીમ ઈન્ડિયા 3-1 થી જીતી ગઇ છે. ત્યારે આજે ટીમ ઇન્ડિયા શ્રેણી 4-1 થી જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. જોકે વિરાટ કોહલીએ નાગપુર મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી. ત્યારે પ્લેઇંગ ઇલેવનમાં કોઇ રમશે તેની જાહેરાત વિરાટ કોહલીએ કરી હતી.

પાંચમી વન-ડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું કે “અમે શ્રેણી જીતી લીધી છે દરેક ખેલાડીને તક આપવામાં આવશે. વર્લ્ડ કપ 2019ને હવે માત્ર 20 મહિલા જ બાકી છે. ત્યારે વર્લ્ડ કપને ધ્યાને રાખીને અમારે બેંચ સ્ટ્રેંથને પણ આજમાવનું પડશે. વિરાટ કોહલીએ પાંચમી વન-ડે પહેલા પ્લેઇંગ ઇલેવનને લઇને કહ્યું હતું કે પાંચમી વન-ડેમાં બેંટિગમાં કેએલ રાહુલ તક આપવામાં આવી શકે છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેને અત્યાર સુધી આ વનડે શ્રેણીમાં એક પણ રમવાની તક મળી નથી.”

ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયા બેંચ સ્ટ્રેથને અજમાવવાની તક મળી હતી પરંતુ ટીમ ઈન્ડિયાને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે ટીમ ઇન્ડિયા સતત 10 વન ડે જીતવાની તક ચૂકી ગઈ હતી. ટીમ ઈન્ડિયા આજે જીતે તો ફરી ICC વન-ડે રેન્કિંગમાં નંબર વન ટીમ બની જશે. વન-ડેમાં સાઉથ આફ્રિકા અને ભારતનું રેકિંગ 119 છે પણ દક્ષિણ આફ્રિકા પોઈન્ટની ગણતરીમાં આગળ છે. આમ ભારત આજે જીતે તો 33 વર્ષ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામે 4-1 થી શ્રેણી જીતી રેકોર્ડ નોંધનાવશે.

Leave a Comment

Loading Posts...