Loading Posts...

INDvAUS : વિરાટ કોહલી સદી અને વિશ્વ રેકોર્ડ બનાવવાથી ચુક્યો

કોલકત્તા : કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર રમાય રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડેમાં ભારતી ટીમ શાનદાર રમત દાખવી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી 92 રને આઉટ થઇ જતા સદી ચુક્યો હતો અને વધુ એક રેકોર્ડ નોંધાવતા રહી ગયો ગતો.  વિરાટ કોહલીએ શાનદાર ઇનીંગ રમતા 107 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 92 રન નોંધાવ્યા હતા.

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ આજે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં શાનદાર ઇનીંગ રમી હતી અને ભારતને એક મોટા જુમલા સુધી લઇ જવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. જોકે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર હારજ સૌ કોઇ દર્શકો વિરાટ કોહલીની સદીની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ તે 92 રને આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો અને ચાહકોમાં નિરાશા ફેલાઇ હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વન-ડે કારકિર્દીમાં 30 સદી ફટકારી છે. વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચીન તેંદુલકરના નામે છે. તેણે વન-ડેમાં કુલ 49 સદી ફટકારી છે. જ્યારે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના પુર્વ સુકાની રીકિ પોન્ટિગ આવે છે. તેણે વન-ડેમાં કુલ 30 સદી ફટકારી છે. તો ત્યાર બાદ વિરાટ કોહલી આવે છે. જો આજે વિરાટ કોહલી સદી ફટકારી હોત તો તે 31 સદી સાથે વિશ્વનો બીજો ખેલાડી બની જાત કે તેણે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારી હોય.

Leave a Comment

Loading Posts...