Loading Posts...

વિરેન્દ્ર સહેવાગ મળ્યો મહિલા ક્રિકેટરોને, ટ્વીટર પર ફોટો શેર કરી માન્યો આભાર.!

અમદાવાદ : ICC મહિલા વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ વિશ્વમાં તમામ ક્રિકેટ ચાહકોમાં ભારતીય મહિલા ટીમના વખાણ થઈ રહ્યાં છે. હાલમાં જ ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભારતીય મહિલા ટીમ સાથે મુલાકાત કરી હતી. મહિલા ક્રિકેટરો સાથેની મુલાકાત દરમ્યાન વિરેન્દ્ર સહેવાગે મહિલા ક્રિકેટરો સાથે ફોટો પડાવ્યો હતો. મુલાકાત બાદ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મહિલા ટીમ સાથે ફોટાને ટ્વિટર પર પણ શેર કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વિરેન્દ્ર સહેવાગે મહિલા ક્રિકેટરો સાથે મુલાકાત કરીને તેમના મહિલા વિશ્વ કપમાં કરેલા સુંદર પ્રદર્શન બદલ અભિનંદ પાઠવ્યા હતા અને તેમનો ઉત્સાહ આવોને આવો વધી રહે તે માટે સુચનો પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલા વિશ્વ કપ દરમ્યાન ભારતીય ટીમ ફાઇનલમાં પહોચી ત્યારે વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે તે કામ પુરૂષની ક્રિકેટ ટીમ નથી કરી શકી તે કામ ભારતની મહિલાઓએ ક્રિકેટમાં કરી બતાવ્યું છે. જેને પગલે સહેવાગે દિલ્લીમાં આ મહિલા ક્રિકેટરો સાથે મુલાકાત કરી હતી અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વિરેન્દ્ર સહેવાગે ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું કે, “અમને ગૌરવ અપાવનાર ખેલાડીઓને મળીને મને ખુબ જ ખુશી થઈ રહી છે. હરમનપ્રીત કૌર, વેદા કૃષ્ણમૂર્તિ, ઝૂલન ગૌસ્વામી, એકતા વિષ્ટ, પૂનમ રાઉત અને રાજેશ્વરી ગાયકવાડથી મળીને ખુબ જ સારૂ લાગ્યું છે.” સહેવાગની ટ્વિટ બાદ હરમનપ્રીત કૌરે પણ ટ્વિટ કર્યુ અને મેજબાની માટે સહેવાગનો આભાર માન્યો. હરમનપ્રીત કૌરે લખ્યું, “અમારા સ્વાગત માટે ખુબ-ખુબ આભાર. અમારૂ સૌભાગ્ય છે કે બીજાને હસાવનારને હસાવવાની તક મળી.”

Leave a Comment

Loading Posts...