Loading Posts...

વિસ્ફોટર હરમનપ્રીત કૌરને ભેટમાં મળી સ્પોર્ટસ કાર

દેિલ્લી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સેમીફાઈનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ICC વિશ્વ કપ ફાઈનલની ટીકીટ અપાવનાર સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરને ડેટસન રેડી-ગો સ્પોર્ટ્સ કાર ભેટમાં આપવામાં આવી છે. નિસાન ઇન્ડિયાએ હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ મેચમાં તેને શાનદાર ૧૭૧ રનની પ્લેયર ઓફ ધ મેચ ઇનિંગ માટે આ કાર ભેટ આપવાની જાહેરાત કરી છે. હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે વિશ્વ કપના ટાઇટલ માટે અંતિમ જંગ રમશે.

નિસાન મોટર્સના મેનેજમેન્ટ અરૂણ મલ્હોત્રાએ જણાવ્યું છે કે, આપણા બધા માટે આ ગર્વની ક્ષણ છે જ્યાં અમે હરમનપ્રીત જેવા યુવા મહિલા ખેલાડીઓને આગળ વધતા જોઈ રહ્યા છીએ. અમે તેમને વિશ્વ કપની ફાઇનલ મેચ માટે શુભકામનાઓ આપીએ છીએ. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં ૧૧૫ બોલમાં અણનમ ૧૭૧ રનની ઇનિંગ રમી હતી જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ છે. તેના આ પ્રદર્શનથી ભારતે આ મેચ ૩૬ રનથી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી જે તેમના ઇતિહાસમાં બીજી જ તક છે. ઉલ્લેખનીય છે કે, આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી સેમીફાઈનલ મેચમાં ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરે ૧૭૧ રનની અણનમ ઇનિંગ રમી ઈતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પોતાની વનડે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગના આધારે આ મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

Leave a Comment

Loading Posts...