Loading Posts...

આખરે ગોલ્ફના રાજા ટાઇગર વુડ્સની ચમક થઇ ફિક્કી

આખરે ગોલ્ફના રાજા ટાઇગર વુડ્સની ચમક થઇ ફિક્કી

લગભગ એક દશકથી પણ વધુ સમય સુધી સૌથી મોંઘી રમતનો સિતારો રહ્યો છે ગોલ્ફનો માસ્ટર ટાઇગર વુડ્સ. પરંતુ હવે આ ગોલ્ફનો સ્ટાર સિતારો ટાઇગર વુડ્સ પતનના રસ્તે જઇ રહ્યો છે. ટાઇગર વુડ્સની ગર્જના એવી રીતે થંભી ગઇ કે ક્યારેય વિચાર્યું નહી હોય. ફિટનેસ અને સેક્સ સ્કેંડલમાં ટાઇગર વુડ્સ એવો ફસાયો કે તેની ગોલ્ફની કારકિર્દીમાં તે ઘણો પાછળ ધકેલી દીધો છે.

ટાઇગર વુડ્સ વર્ષ 1997-98 માં પહેલીવાર ગોલ્ફની રમતમાં વિશ્વ નંબર વન બન્યો હતો અને વર્ષ 2009 સુધી ફક્સ ટોચના ક્રમેથી 2 વાર નીચે આવ્યો હતો. જોકે બીજા ક્રમેથી ટાઇગર વુડ્સની રેકિંગ ક્યારેય નીચે નથી આવી. પરંતુ હવે આ સ્ટાર ગોલ્ફરની વિશ્વ રેકિંગ પહેલીવાર ટોપ 1000 થી બહાર આવી ગઇ છે. હાલ ટાઇગર વુડ્સની વિશ્વ ગોલ્ફ રેકિંગ 1005 સુધી પહોચી ગઇ છે. ટાઇગર વુડ્સે પ્રોફેશનલ ગોલ્ફ રમવાની શરૂઆત કરી તો તેની
રેકિંગ 773 હતી. હાલ તે એનાથી પણ નીચે ઉતરી ગયો છે. જે તેના કારકિર્દીની સૌથી ખરાબ રેકિંગ છે. ટાઇગર વુડ્સનું સાચુ નામ એલ્ડ્રિક ટોન્ટ વુડ્સ છે. ટાઇગર તેનું નીક નેમ છે. તેનો જન્મ 30 ડિસેમ્બર 1975 માં અમેરીકાના કેલિફોર્નિયામાં થયો હતો. અત્યાર સુધી તે 4 વાર ગોલ્ફ માસ્ટર્સ ટુર્નામેન્ટ અને ત્રણ વાર US ચૈમ્પિયનશીપ જીતી ચુક્યો છે. જુલાઇ 2010 માં ફોર્બ્સમાં દુનિયાનો સૌથી અમીર ખેલાડી તરીકે જાહેર થયો હતો. તે સમયે તેની આવક 10.5 કરોડ ડોલરની હતી. ઘણા લાંબા સમય સુધી ટાઇગર વુડ્સ ગોલ્ફની દુનિયામાં સૌથી મોટો સ્ટાર રહ્યો હતો.

Leave a Comment

Loading Posts...