Loading Posts...

ભારત ઇતિહાસ રચવાથી ચુકી, ઇગ્લેન્ડે ચોથીવાર જીત્યો મહિલા વિશ્વ કપનો ખિતાબ

લોર્ડસ : ઇગ્લેન્ડ મહિલા ટીમે ભારતને 9 રને રહાવીને ચોથીવાર વિશ્વ કપ જીત્યો અને ફરી ભારતના હાથમાં નિરાશા આવી હતી. અંતિમ ક્ષણો સુધી ફાઇટ આપનાર ભારતીય મહિલા ટીમ 9 રને હારી ઇતિહાસ રચતા ચુકી ગઇ હતી. પુનમ રાઉતના 86 રન અને હરમનપ્રીતના 51 રન ટીમને જીતાડી શકી ન હતી. તો ઇગ્લેન્ડની સ્ટાર બોલર અન્યા શ્રુબસોલના આક્રમક સામે ભારતની છીનવી હતી. અન્યા શ્રુબસોલે 6 મહત્વની વિકેટ ઝડપી હતી.

આ પહેલા ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટીંગ કરી હતી અને ઓપનરો સસ્તામાં આઉટ થયા બાદ ટૈલર અને સ્કિવરે બાજી સંભાળી હતી. ટૈલરના 45 રન અને સ્કિવરના 51 રનની મદદથી ઇંગ્લેન્ડે 50 ઓવરની મેચમાં 7 વિકેટના ભોગે 228 રન કર્યા હતા. ત્યાર બાદ સ્મ્રીતી 0 રન આઉટ થયા બાદ પુનમ રાઉતે અને હરમનપ્રીત કૌરે બાજી સંભાળી સંભાળી હતી. પુનમ રાઉતે 115 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 86 રન કર્યા હતા. તો સ્ટાર મહિલા ખેલાડી હરનમપ્રીતે પણ પોતાની અદામાં શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 80 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન કર્યા હતા. જોકે મિતાલી રાજ રન આઉટ થતા મોટી ઇનીંગ રમી શકી ન હતી. તો ઇઅંતિમ ક્ષણોમાં ભારતીય મહિલા બેટ્સમેનોએ ખરાબ શોટ્સના કારણે મેચ ગુમાવી હતી. ઇંગ્લેન્ડની સ્ટાર અન્યા શ્રુબસોલેએ મેચમાં 6 મહત્વની વિકેટ ઝડપીને ઇગ્લેન્ડને ચોથીવાર વિશ્વ કપ જીતાડવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. જોકે ભારતીય ટીમ 2005 બાદ બીજીવાર વિશ્વ કપની ફાઇનલમાં પહોચી હતી પરંતુ ફરીથી ઇતિહાસ રચવામાં સફળ થઇ ન હતી.

Leave a Comment

Loading Posts...