Loading Posts...

મિતાલી-હરમનપ્રીતને મળ્યું પ્રમોશન, ભારતીય રેલ્વેમાં બન્યા ગેજેટેડ ઓફિસર

દિલ્લી : મહિલા વિશ્વ કપમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનને પગલે ફાઇલન સુધીની સફર કરી હતી. પરંતુ ફાઇનલમાં કમનસીબે 9 રને હારી જતા જીતનો કોળીયો છીનવાઇ ગયો હતો. પરંતુ મહિલા ક્રિકટરોએ તેના શાનદાર પ્રદર્શનને પગલો વિશ્વ કપ ભલે ના જીત્યો પરંતુ કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. મિતાલી રાજ અને હરમનપ્રીતના પ્રદર્શનને ધ્યાને લઇને ભારતીય રેલ્વેએ ગેજેટેડ ઓફિસરની નોકરી આપશે.

તો રેલ્વે તરફથી ક્રિકેટ રમનારી મહિલા ખેલાડીઓ જે મહિલા વિશ્વ કપમાં ટીમનો ભાગ રહી હતી તે તમામને રેલ્વે રોકડ પુરસ્કાર પણ આપશે. તમને જણાવી દઇએ કે મહિલા વિશ્વ કપમાં રેલ્વેની 10 ખેલાડીઓ ભારતીય ટીમનો હિસ્સો હતી. રેલ્વેમાં નોકરી કરનારી મિતાલી રાજ અને હરમનપ્રીતે મહિલા વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શનને પગલે ભારતીય રેલ્વેએ મિતાલી રાજ અને હરમનપ્રીતને પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. તો ભારતીય રેલ્વેએ એવી પણ જાહેરાત કરી કે ભારતીય ટીમનો હિસ્સો રહેલી 10 ખેલાડીઓને 1.30 કરોડનું કેસ પુરસ્કાર આપવામાં આવશે. ઉલ્લેખનયી છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્ષ 2005માં પણ વિશ્વ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સમયે પણ ભારતીય ટીમ મિતાલી રાજના નેતૃત્વ હેઠળ રમી હતી. પરંતુ તે સમયે પણ ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઇ હતી. જ્યારે વર્ષ 2017માં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોચી હતી અને ફરી જીતથી વંચીત રહી ગઇ હતી. જોકે વર્ષ 2005માં મહિલા ક્રિકેટ ટીમ ભારતીય ક્રિકેટ બોર્ડના અંડરમાં ન હતી.

Leave a Comment

Loading Posts...